સુરતમાં આગના વધી રહેલા બનાવો વચ્ચે ડભોલીમાં આગ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આગના વધી રહેલા બનાવો વચ્ચે ડભોલીમાં આગ
ડભોલીમાં ઓનલાઈન વસ્તુઓના ગોડાઉનમાં ભીષણ આગ
આગમાં જાનહાની ન થતા હાશકારો અનુભાયો

સુરતમાં આગના વધી રહેલા બનાવો વચ્ચે ડભોલીમાં ઓનલાઈન વસ્તુઓના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી.

સુરતમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના ડભોલી વિસ્તારમાં આવેલા ઓનલાઈન વસ્તુઓના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. મોડી રાત્રે લાગેલી આગને લઈ આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. તો ગોડાઉનમાં લાગેલી આગ આખામાં ફેલાઈ જતા લાખોનો માલ બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકાઓ વ્યક્ત કરાઈ હતી. તો આગની જાણ થતા ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. જો કે આગમાં જાનહાની ન થતા હાશકારો અનુભાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *