ભાવનગર રેલવે પોલીસે 16.977 કિલો ગાંજા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો
₹8.49 લાખનો ગાંજો અને મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત
ભાવનગર-પરા રેલવે સ્ટેશન પરથી કાર્યવાહી હાથ ધરાઈ
નશામુક્ત ગુજરાત અભિયાન હેઠળ રેલવે પોલીસની મોટી સફળતા
ભાવનગર-પરા રેલવે સ્ટેશન ખાતે ગાંજાના ગણનાપાત્ર જથ્થા સાથે આરોપીને પકડી પાડતી
ભાવનગર રેલવે પોલીસ અધિક પોલીસ મહાનિર્દેશક રેલ્વેઝ કે.એન.ડામોર સાહેબ તથા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા સાહેબ પશ્ચિમ રેલવે અમદાવાદ તથા એચ.એમ.રાણા ઈ/યા વિ.પો.અધિ.સા.શ્રી પ.રે.રાજકોટ નાઓના માર્ગદર્શન હેઠળ રેલવે સ્ટેશન હદ વિસ્તારમાં નશામુક્ત ગુજરાત અભીયાન અનુસંધાને નાર્કોટિક્સ સંબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચના અન્વયે એસ.એમ.કળોતરા પો.સબ.ઇન્સ. ભાવનગર રેલવે પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ ભાવનગર રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજર ફરજ પરના પોલીસ કર્મચારીઓએ ભાવનગર-પરા રેલવે સ્ટેશન ખાતેથી એક ઇસમને શંકા આધારે રોકી પુછપરછ કરતા જેની પાસેથી માદક પદાર્થ ગાંજો ૧૬.૯૭૭ કિલોગ્રામ ગાંજાની કુલ કિંમત રૂા.૮,૪૮,૮૫૦ ગણાય જે મોબાઇલ સહિત કુલ રૂા.૮,૪૯,૩૫૦ નો મુદ્દામાલ કબ્જે કરી ભાવનગર રેલવે પોલીસ સ્ટેશન ખાતે બી પાર્ટ ગુ.ર.નં. ૧૧૯૯૪૦૦૨૨૬૦૧૧૮/૨૦૨૬ એન.ડી.પી.એસ. એકટ કલમ ૮(સી) ર૦ (બી), (ii)(બી) ૨૯ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરી ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
