સુરત બીઆરટીએસ સેવા ફરી વિવાદમાં

Featured Video Play Icon
Spread the love

સુરત બીઆરટીએસ સેવા ફરી વિવાદમાં
વરાછામાં રૂટ નંબર 17ની બીઆરટીએસ બસમાં એસી બંધ હોવાની ફરિયાદ
એસી મુદ્દે મુસાફરો અને ડ્રાઇવર વચ્ચે માથાકૂટ
મહિલાએ મોબાઇલ કેમેરો ચાલુ કરતા એસી શરૂ થયું હોવાનો દાવો

સુરત મનપાની બીઆરટીએસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી હોય તેમ વરાછામાં રૂટ નંબર 17ની બીઆરટીએસ બસમાં એસી બંધ હોવાને લઈને મુસાફરો અને ડ્રાઇવર વચ્ચે માથાકૂટ થઈ હતી. મહિલાએ મોબાઇલ કેમેરો ચાલુ કરતા એસી શરૂ થયું, પરંતુ થોડા સમય બાદ ડ્રાઇવર બસ રસ્તા પર છોડીને ચાલ્યો ગયો હોવાનો આક્ષેપ કરાયો હતો.

સુરતની બીઆરટીએસ સેવામાં મુસાફરોની હાલાકીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વરાછામાં રૂટ નંબર 17ની બીઆરટીએસ બસમાં એસી બંધ હોવાને લઈને મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. બસમાં ભારે ગરમી અને ગૂંગળામણ વચ્ચે મુસાફરોએ એસી ચાલુ કરવા ડ્રાઇવરને આજીજી કરી હતી. જો કે ડ્રાઇવરે મુસાફરોને કહ્યું હતું કે, ગરમી લાગતી હોય તો બસમાંથી ઉતરી જાવ. જ્યારે એક મહિલા મુસાફરે મોબાઇલનો કેમેરો ચાલુ કરતાં એસી ચાલુ કરવામાં આવ્યું હતું. પરંતુ વિવાદ અહીં જ અટક્યો નહીં. અને વરાછા મીની બજાર પાસે ડ્રાઇવર બસ થંભાવીને ત્યાંથી ચાલ્યો ગયો હોવાનો આક્ષેપ મુસાફરોએ કર્યો હતો. મહિલા મુસાફરોએ ઘરે જવા માટે વિનંતી કરી હોવા છતાં તમામ મુસાફરોને રસ્તા પર જ ઉતારી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો કરાયો હતો. હાલ તો સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઈ જાહેર પરિવહન સેવામાં મુસાફરો સાથે આવું વર્તન કરનારા કર્મચારીઓ સામે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે? તેવો સવાલ ઉઠી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *