સુરતમાં કરોડોની મિલકત પચાવી પાડવાના કૌભાંડમાં મોટી કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં કરોડોની મિલકત પચાવી પાડવાના કૌભાંડમાં મોટી કાર્યવાહી
રીઢો આરોપી હિતેશ ઉર્ફે હનુમાન એલસીબીના હાથે ઝડપાયો
DCP ઝોન-4 LCB ટીમે આરોપીની ધરપકડ કરી
કૌભાંડમાં અગાઉ રાકેશ પરમારની પણ ધરપકડ થઈ ચૂકી છે

સુરતમાં કરોડો રૂપિયાની મિલકત પચાવી પાડવાના કૌભાંડમાં સંડોવાયેલા રીઢા આરોપી હિતેશ ઉર્ફે હનુમાને ડીસીપી ઝોન-4ની એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે તો આ મામલે અગાઉ રાકેશ પરમારની પણ ધરપકડ થઈ ચૂકી છે.

સુરતની એલસીબી ઝોન 4ની ટીમે બાતમીના આધારે કરોડો રૂપિયાની મિલકત પચાવી પાડવાના કૌભાંડમાં સંડોવાયેલા આરોપી હિતેશ ઉર્ફે હનુમાનને ઝડપી પાડ્યો છે. વ્યારા નજીકના પ્લોટોના દસ્તાવેજ કરાવ્યા બાદ પેમેન્ટના ચેક આપ્યા, પરંતુ ચેકનું પેમેન્ટ કરવામાં આવ્યું ન હતું. આરોપીઓએ બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કરી કાનપુરાના કુલ 12 પ્લોટ હડપ કરી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. કરોડોની મિલકત સાથે જોડાયેલા આ કૌભાંડમાં ઝોન-4 એલસીબીની ટીમે હિતેશ ઉર્ફે હનુમાનને ઝડપી પાડ્યો છે. અગાઉ આ કેસમાં રાકેશ પરમારની પણ ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *