સુરત ભાજપ દ્વારા ભેસ્તાન ખાતે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ
ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ઓક્સિજન પાર્ક ખાતે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા
સુરત ભાજપ દ્વારા ભેસ્તાન ખાતે આવેલ ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ઓક્સિજન પાર્ક ખાતે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું સુરતના સંકલ્પ સાથે ભેસ્તાન ખાતે મેગા વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત 25 હજારથી વધુ ઓક્સિજનયુક્ત વૃક્ષોના રોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. અને તેમની સાથે શહેર સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યો, કોર્પોરેટરો પણ હાજર રહ્યા હતાં. ભેસ્તાન ખાતે આવેલ ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ઓક્સિજન પાર્ક યોજાયેલા કાર્યક્રમમાં આયોજકો દ્વારા નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વૃક્ષારોપણ અભિયાનમાં જોડાઈ પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપવા અપીલ પણ કરી હતી.
