સુરતના લિંબાયતમાં જુગારધામ પર પોલીસની કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરતના લિંબાયતમાં જુગારધામ પર પોલીસની કાર્યવાહી
12 હજારથી વધુના જુગાર સાથે 8 જુગારીઓ ઝડપાયા
લિંબાયત પોલીસે જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી પાડ્યા

સુરતની લિંબાયત પોલીસે અધધ કહેવાય તેટલો 12 હજારથી વધુનો જુગાર રમતા આઠ જુગારીઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

સુરતની લિંબાયત પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે લિંબાયત રત્નપ્રભા સોસાયટીના એક મકાનના ઓટલા પરથી જુગાર રમતા જુગારીઓ દિપક ઠાકરે, યોગેશ પાટીલ, ચંદ્રશેખર રાજપુત, ભામરે, સુમીત પાટીલ, વિક્કી ચૌધરી, સચીન કાપડે અને વિનોદ ચૌહાણને ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા સહિત 12 હજારથી વધુની મત્તા કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *