તાપીમાં બોગસ અને ક્રોસ-પેથી પ્રેક્ટિસ કરતા તબીબો સામે જનઆક્રોશ

Featured Video Play Icon
Spread the love

તાપીમાં બોગસ અને ક્રોસ-પેથી પ્રેક્ટિસ કરતા તબીબો સામે જનઆક્રોશ
જાહેર હિતના મુદ્દે અવાજ ઉઠાવતા પત્રકારો સામે કાર્યવાહી કેમ?

તાપી જિલ્લાના બોરદા ગામે વગર ડિગ્રી કે કોઈ અધિકૃત રજિસ્ટ્રેશન વગર બોગસ પ્રેક્ટિસ કરતા ક્લિનિકમાં એક નાના બાળકને ગ્લુકોઝ/એલોપેથિક બોટલ ચડાવી માસૂમ જીવ સાથે ખુલ્લેઆમ ચેડાં કરવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આટલું જ નહીં, જિલ્લામાં કેટલાક તબીબો પાસે ચોક્કસ આયુર્વેદિક કે હોમિયોપેથિક ડિગ્રી હોવા છતાં, તે ડિગ્રીનો દુરુપયોગ કરી ગેરકાયદેસર ક્રોસ-પેથી (એલોપેથિક) પ્રેક્ટિસ ધમધમાવી રહ્યા છે.

લાયકાત વગર અને નિયમો વિરુદ્ધ ચાલતી આવી પ્રવૃત્તિઓ સીધી રીતે જનઆરોગ્ય અને ગ્રામીણ નાગરિકોના જીવ સામે મોટો ખતરો ઊભો કરે છે. સૌથી ગંભીર અને ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે જવાબદાર પત્રકારો જાહેર હિતમાં અને જનજાગૃતિ અર્થે આવા ગેરકાયદેસર ક્લિનિકો તથા ક્રોસ-પેથી પ્રેક્ટિસ કરતા ડોક્ટરોનો પર્દાફાશ કરે છે, ત્યારે વહીવટી તંત્ર અને સ્થાનિક પોલીસ દ્વારા મૂળ ગુનેગારો કે બોગસ તબીબો સામે કડક પગલાં ભરવાને બદલે સત્ય ઉજાગર કરનાર પત્રકારો સામે જ ફરિયાદો કે ગુના નોંધવામાં આવે છે. લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારત્વનું ગળું ઘોંટવાનો આ પ્રયાસ અત્યંત નિંદનીય અને ભયજનક છે. જાહેર આરોગ્ય સાથે રમત રમતા આવા તમામ બોગસ તબીબો અને ડિગ્રી વિરુદ્ધ પ્રેક્ટિસ કરતા ડોક્ટરો સામે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક સઘન ઝુંબેશ ચલાવી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ પ્રબળ બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *