સુરત ગ્રામ્ય એલસીબીએ એટીએમ તોડતી મેવાતી ગેંગ પકડી

Featured Video Play Icon
Spread the love

સુરત ગ્રામ્ય એલસીબીએ એટીએમ તોડતી મેવાતી ગેંગ પકડી
હરિયાણાથી બોલાવી ગુના આચરતા બે આરોપી ઝડપાયા,
₹44 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

સુરત ગ્રામ્ય અને તાપી જિલ્લામાં એટીએમ તોડીને લાખોની ચોરી કરનાર મેવાતી ગેંગના રેકેટનો પર્દાફાશ થયો છે. સુરત ગ્રામ્ય એલસીબીએ બે આરોપીઓની ધરપકડ કરી ત્રણ વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.

કામરેજ ચાર રસ્તા પાસે એસબીઆઈના એટીએમને ગેસ કટરથી કાપી ચોરીનો પ્રયાસ કરાયો હતો, પરંતુ આગ લાગતા તસ્કરો ફરાર થયા હતા. તપાસમાં પોલીસે લાલસિંહ દોહારી અને ઇમરાન સૈયદને ઝડપી પાડ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ હરિયાણાની મેવાતી ગેંગના સંપર્કમાં હતા. પોલીસે કાર, ગેસ કટરની નળી અને મોબાઇલ સહિત 5.97 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે અન્ય ચાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે….સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યુઝ કામરેજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *