સુરતમાં ભેળસેળિયા ખોરાક સામે તંત્રની તવાઈ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ભેળસેળિયા ખોરાક સામે તંત્રની તવાઈ
ફૂડ અને આરોગ્ય વિભાગે 237 ખાદ્ય સંસ્થાઓમાં તપાસ કરી
હોટેલ-રેસ્ટોરન્ટ સહિત 237 સ્થળોએ સઘન ચેકિંગ
તપાસ દરમિયાન 503 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો

સુરતમાં ફૂડ અને આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય ખોરાક અને ભેળસેળ સામેની કાર્યવાહી યથાવત હોય તેમ વધુ 237 હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાદ્ય સંસ્થાઓમાં તપાસ હાથ ધરાઈ હતી અને તપાસ દરમિયાન 503 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે.

સુરતમાં ફૂડ અને આરોગ્ય વિભાગનો સપાટો યથાવત હોય તેમ શહેરમાં અખાદ્ય ખોરાકનું વેચાણ કરતા અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો સામે તંત્ર દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. વધુ 237 હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાદ્ય સંસ્થાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મોટી માત્રામાં અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો. તંત્ર દ્વારા કુલ 503 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરતી 105 જેટલી સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે અલગ-અલગ કાર્યવાહી હેઠળ કુલ 5.16 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *