નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન વચ્ચે ઈચ્છાપોર પોલીસની કાર્યવાહી
ઈચ્છાપોર પોલીસે ગાંજાના જથ્થા સાથે એક પરપ્રાંતિયને ઝડપી પાડ્યો
ડ્રગ્સના કારોબાર સામે પોલીસની કાર્યવાહી તેજ
સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની ઈચ્છાપોર પોલીસે ગાંજાના જથ્થા સાથે એક પરપ્રાંતિયને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલી સુચનાને લઈ સુરત પોલીસની ટીમ હાલ સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરી રહી છે ત્યારે સુરતની ઈચ્છાપોર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે કવાસ ગામ તિરૂપતિ સોસાયટીના મકાન નંબર 29માંથી ગાંજાના જથ્થા સાથે યુપીવાસી ઈસ્તિખાર ખાનને ઝડપી પાડી તેની પાસેથી 10 હજારનનો ગાંજો અને મોબાઈલ મળી 18 હજારથી વધુની મત્તા કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
