શ્રાવણમા પાંચમી ભવ્ય ‘નિષ્કલંક કાવડ યાત્રા’નું પ્રસ્થાન
ભાવનગરથી 30 કિમીની પદયાત્રા બે દિવસે પૂર્ણ થશે
નિષ્કલંક કાવડ યાત્રામાં હર હર મહાદેવના નાદ સાથે હજારો ભક્તો જોડાયા
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભાવનગરમાં શ્રદ્ધા અને ભક્તિનો અદ્ભુત માહોલ જોવા મળી રહ્યો છે. નિષ્કલંક કાવડ યાત્રા સમિતિ દ્વારા આ વર્ષે પાંચમી ભવ્ય ‘નિષ્કલંક કાવડ યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણના પવિત્ર અવસરે શિવભક્તો દ્વારા શહેરમાં આવેલ પ્રાચીન જશોનાથ મહાદેવ મંદિરથી નિષ્કલંક મહાદેવ સુધીની પગપાળા યાત્રા શરૂ કરવામાં આવી છે.
મહાદેવને પ્રસન્ન કરવા માટે કાવડ યાત્રાની પરંપરા કાવડ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ તમામ શિવભક્તોને એકસાથે મળીને ભગવાનની આરાધના કરવાનો છે ઘર કે પરિવારમાં પૂજા-અર્ચના તો નિયમિત થતી હોય છે, પરંતુ જ્યારે અનેક ભક્તો સમૂહમાં પ્રાર્થના કરે ત્યારે તેની દૈવી અનુભૂતિ અને ફળ અલગ જ મળતા હોય છે, અનાદિકાળથી ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે કાવડ યાત્રાની પરંપરા ચાલી આવે છે. આ પાંચમા સફળ વર્ષે હજારોની સંખ્યામાં કાવડિયાઓ કાવડ સાથે આ યાત્રામાં જોડાયા છે તેમજ આ યાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે, ભાવનગરના સામાજિક આગેવાનો તેમજ સંતો-મહંતોના હસ્તે આ પવિત્ર યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. શહેરના જશોનાથ મંદિર થી ક્રેસન્ટ સર્કલ, શિવજી સર્કલ, પીપળીયા પુલ થઈ નિષ્કલંક મહાદેવ આવતીકાલે પહોંચશે કાવડ યાત્રા, તેમજ આ યાત્રામાં કલાત્મક કાવડો પણ જોવા મળ્યા હતા
યુવાધનમાં શિવભક્તિનો અનેરો જોશ જોવા મળ્યો, આ યાત્રાનું સૌથી મોટું આકર્ષણ યુવાધન છે મોટી સંખ્યામાં યુવાનો ભક્તિના રંગે રંગાઈને કાવડ ઉઠાવીને ભાવનગર થી આશરે 30 કિલોમીટર સુધી પગપાળા ચાલીને ભગવાન શિવની આરાધના કરી રહ્યા છે. ગત 5 વર્ષમાં આ કાવડ યાત્રાના માધ્યમથી અનેક લોકોની મનોકામનાઓ પૂર્ણ થઈ છે, ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો પોતાની શ્રદ્ધા અને મનોકામના સાથે બાબા નિષ્કલંકના દરબારમાં જલાભિષેક કરવા પહોંચ્યા છે. ત્યારે આવતીકાલે સવારે 6.00 કલાકે નિષ્કલંક મહાદેવ ને જળ ચડવામાં આવશે. સૌ શિવભક્તોની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે આ યાત્રા ભાવનગરવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહી છે..
