સુરત ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી
લાંબા સમયથી નાસતા ફરતા 8 વોન્ટેડ આરોપીઓ ઝડપાયા
ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે કાર્યવાહી

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહેલા ગંભીર ગુનાના નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન અલગ-અલગ ટીમો બનાવી ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે 08 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.

સુરત શહેરમાં ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. પોલીસ ટીમોએ આરોપીઓના રહેઠાણ અને છુપાવાની સંભવિત જગ્યાઓ અંગે તપાસ કરી ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદ લીધી હતી. આ કાર્યવાહી દરમિયાન સુરત ઉપરાંત તલોજા-નવી મુંબઈ, જલગાંવ, રાજકોટ, નાગપુર અને મધ્યપ્રદેશ સહિતના અલગ-અલગ સ્થળોએથી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં લૂંટ, હનીટ્રેપ, અપહરણ-ખંડણી અને કરોડો રૂપિયાના કાપડ ચીટિંગ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો સમાવેશ થાય છે. ક્રાઈમ બ્રાન્ચની આ કાર્યવાહીથી લાંબા સમયથી પોલીસથી બચી રહેલા આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *