સુરતના લસકાણા વિસ્તારમાં પોલીસના દરોડા

Featured Video Play Icon
Spread the love

સુરતના લસકાણા વિસ્તારમાં પોલીસના દરોડા
સ્કાયવ્યુ બિઝનેસ હોરાઈઝનની ઓફિસમાં તપાસ
ગુચી ફ્લોરા કંપનીના નામે ડુપ્લિકેટ પરફ્યુમ વેચવાનો આરોપ
નકલી પરફ્યુમના વેપાર મામલે એક આરોપીની ધરપકડ

સુરતમાં નકલીની બોલબાલા હોય તેમ વારંવાર નકલી વસ્તુઓ મળી રહી છે ત્યારે સુરતના લસકાણા વિસ્તારમાં સ્કાયવ્યુ બિઝનેસ હોરાઈઝનની ઓફિસમાં દરોડા પાડી ગુસ્સી ફ્લોરા કંપનીના નામે ડુપ્લિકેટ પરફ્યુમ વેંચવા મામલે એકને ઝડપી પાડી હજ્જારોની મત્તા કબ્જે કરી હતી.

સુરત શહેરમાં નકલી બ્રાન્ડેડ કોસ્મેટિક્સના વેચાણ સામે લસકાણા પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ હતી. ગુસ્સી ફ્લોરા કંપનીની લીગલ ટીમ સાથે સંકળાયેલા ઈન્વેસ્ટિગેશન ઓફિસર દ્વારા પોલીસને બાતમી આપવામાં આવી હતી કે લસકાણા વિસ્તારમાં આવેલા સ્કાયવ્યૂ બિઝનેસ હોરાઇઝનના ઓફિસ નંબર 101માં કંપનીના નામે ડુપ્લિકેટ પરફ્યુમ વેચાઈ રહ્યા છે. આ બાતમીના આધારે લસકાણા પોલીસે પંચોની હાજરીમાં તપાસ હાથ ધરી હતી અને સંદીપભાઈ જાદવભાઈ બેલડીયાને ઝડપી પાડ્યો હતો. લસકાણા પોલીસે સ્થળ પરથી ગુસ્સી ફ્લોરા નામના પરફ્યુમના સ્ટીકર, સ્ટીકર વગરની પરફ્યુમ બોટલો તેમજ સ્ટીકર લગાવેલી અને બોક્સ પેકિંગમાં રહેલી પરફ્યુમની બોટલો સહિત કુલ 45,990નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *