ચિત્રા એસટી વર્કશોપ સામે ત્રણ મિત્રો પર હુમલો કરનાર હુમલાખોરો ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

ચિત્રા એસટી વર્કશોપ સામે ત્રણ મિત્રો પર હુમલો કરનાર હુમલાખોરો ઝડપાયા
ડી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં સાતેર હુમલાખોરોને ઝડપી લીધા

ભાવનગર શહેરના ચિત્રા રામદેવનગર વિસ્તારમાં સાત શખ્સોએ ત્રણ યુવાનો પર હથિયારો વડે હુમલો કરી વાહનો તથા ઘરની વસ્તુઓની તોડફોડ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે હુમલાખોરો વિરુદ્ધ ઇજાગ્રસ્ત યુવાને ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગણતરીની કલાકોમાં હુમલાખોરો ની ધડપકડ કરી હતી.

ભાવનગર સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના એસટી વર્કશોપ સામે આવેલ શહીદ ભગતસિંહ નગરમાં રહેતા અને ભુંગળા બટેટા ની લારી ધરાવતા વિપુલ ઉર્ફે બટેટી બળવંત મકવાણા ઉંમર વર્ષ 32 એ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અશોક ઉર્ફે કડી ભુપત મકવાણા, આશિષ ઉર્ફે આશલો પ્રવીણ પરમાર, ઉદય પંકજ ખેસ્તી, દેવેન્દ્ર ઉર્ફે દેવો જીતેન્દ્ર રાઠોડ, અજ્જુ ઉર્ફે મડો, ચિરાગ ઉર્ફે ચીકલો, અને વિશાલ ઉર્ફે વિસલા વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી વિપુલ ગતરાત્રિના સમયે તેની નાસ્તાની લારી રીક્ષા વધાવી ઘર તરફ જવા માટે તૈયારી કરતો હોય અને તેની બંધ રીક્ષા ને ધક્કો મારવા માટે તેના મિત્રોને બોલાવ્યા હતા એ દરમિયાન આરોપી અશોક ઉર્ફે કડી તથા તેના સાગરિતો એ ફરિયાદી પાસે આવીને કહેલ કે યોગલો ક્યાં રહે છે તેમ કહી ગાળો દઈ ઝઘડો કરવા લાગતા ફરિયાદી વિપુલે ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાયેલ સાતે શખ્સોએ ફરિયાદી પર તલવાર તથા પાઇપ વડે હુમલો કર્યો હતો એ દરમિયાન ફરિયાદીના મિત્રો સફી ઉર્ફે બીબા તથા ધ્રુવરાજ રાઠોડ વિપુલ ને બચાવવા માટે વચ્ચે પડતા આરોપીઓએ તેને પણ માર માર્યો હતો અને ફરિયાદીની રીક્ષાના કાચ સહિતની તોડફોડ કરી હતી એ દરમિયાન મહિલાઓ આવી ચડતા તેમણે ત્રણેય યુવાનોને વધુ માર થી બચાવ્યા હતા ત્યાંથી આ તમામ શખ્સો ફરિયાદીના મિત્ર યોગેશ ઉર્ફે જગીરા ના ઘરે ગયા હતા અને તેના ઘર બહાર પડેલ રીક્ષા ની તોડફોડ કરી ઘરમાં રાખેલ ખુરશી સહિતના સામાન્ય તોડફોડ કરી યોગેશ પર પણ હુમલો કરી છરી વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા આ ઘટનામાં ઇજાગ્રસ્ત ત્રણેય મિત્રોને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સારવાર બાદ વિપુલ ઉર્ફે બટેટી બળવંત મકવાણા ઉંમર વર્ષ 32 એ સાતેય હુમલાખોરો વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ બી એન એસ એક્ટ 324(4),115(2),118 (1), 352,351(3), 54 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી આરોપીઓની ધડપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *