અમરેલીમાં કાર્યાલયનું ઉદઘાટન સમારોહ યોજાયો
ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યાલયનું ઉદઘાટન સમારોહ યોજાયો
ગોબર ભગત કુકાવાવના હસ્તે લોકાપૅણ કરવામાં આવ્યું
મોટી કુકાવાવ ખાતે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યાલયનું ઉદઘાટન સમારોહ યોજાયો હતો. તારીખ 12 /4 /2025 ના સાંજના છ કલાકે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના મોટી કુકાવાવ કાર્યાલય ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. કૌશિક વેકરીયા નાયક મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા ગોબર ભગત કુકાવાવ મહાનુભાવોના હસ્તે લોકાપૅણ કરવામાં આવ્યું હતું….
ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ ની કાર્યાલયના લોકાર્પણમાં ખાસ મહેમાનો અમરેલી કુકાવાવના ધારાસભ્ય અને નાયક મુખ્ય દંડક કૌશિક વેકરીયા અમરેલીના લોકલાડીલા સાંસદ ભરત સુત રીયા લાઠીના ધારાસભ્ય જનક તળાવીયા રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર જિલ્લા પંચાયતના સભ્ય પ્રભાત કોઠીવાળ ,રામ સાનેપરા તાલુકા પંચાયતના પ્રમુખ પરસોત્તમ કુકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ વિપુલ વસાણી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ગોપાલ અંટાળા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના રાજકોટ પ્રમુખ દિલીપ સખીયા, રાજકોટ થી અંકીત દાવડા અમરેલી ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ લાવડીયા ,પીવી વસાણી કુકાવાવના સરપંચ સંજય લાખાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ માટે કાર્ય કરતી સંસ્થા એટલે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેક ડેમ રિપેર કરવા તેમજ ઊંડા ઉચા નવા બનાવીને વરસાદી પાણીનુ જતન કરવાનું કાર્ય કરી રહી છે….
હવે અમરેલી જિલ્લામાં અગીયાર હજાર એકસો અગીયાર ચેકડેમ ઉપરાંત સાથે સાથે અગીયાર હજાર એકસો અગીયાર રિચાર્જ બોર બનાવવાનો સંકલ્પ પણ કરવામાં આવી રહ્યો છે. આ હેતુથી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટનું કાર્યલય અમરેલી જિલ્લાના મોટીકુકાવાવ ખાતે કાર્યરત થઈ રહ્યું છે આ ઉદ્ઘાટનમાં તાલુકાના તમામ ગામના સરપંચો તેમજ તમામ ગામના ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા….
અહેવાલ = પ્રકાશ વઘાસિયા કુકાવાવ…