સુરત ગોડાદરા વિસ્તારમાં મારમારી 8 લાખની લુંટમાં ધરપકડ

Featured Video Play Icon
Spread the love

સુરત ગોડાદરા વિસ્તારમાં મારમારી 8 લાખની લુંટમાં ધરપકડ
રામદેવ ટ્રેડર્સના કર્મચારીને મારમારી 8 લાખની લુંટ
એક લુંટારૂને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો

સુરત ગોડાદરા વિસ્તારમાં રામદેવ ટ્રેડર્સના કર્મચારીને મારમારી 8 લાખની લુંટ કરવાના ગુનામાં વધુ એક લુંટારૂને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં ગત 4 જૂનના રોજ રામદેવ ટ્રેડર્સના કર્મચારી પાસેથી 8 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી. ત્રણ લુંટારૂઓએ કર્મચારીને રોકી લાકડાના દંડાથી માર મારી અને ચપ્પુ બતાવી રોકડ ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયા હતાં. ઘટનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપી જયદીપ કવાડ, ગોપી સાટીયા અને એક બાળ કિશોરને અગાઉ ઝડપી પાડ્યા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે જયદીપ અગાઉ રામદેવ ટ્રેડર્સમાં નોકરી કરતો હોવાથી દુકાનની રોકડ હેરફેર અને સમયની સંપૂર્ણ માહિતી ધરાવતો હતો. આરોપીઓએ ત્રણ દિવસ સુધી રેકી કરી લૂંટની યોજના બનાવી હતી. ત્યારબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી જહાંગીરપુરા-હજીરા-વરિયાવ બાયપાસ પરથી ફરાર આરોપી રાજદીપ ઝાલાભાઈ ચાવડાને ઝડપી પાડી તેની પાસેથી 1 લાખ 15 હજાર રૂપિયાની રોકડ રકમ કબ્જે કરી તેની વધુ પુછપરછ હાથ ધરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *