ખાનગી હોસ્પિટલની ગાયનેક તબીબ સામે ગંભીર ફરિયાદ
પ્રસૂતાને બાળક નોર્મલ હોવાનું કહી નાણાં પડાવ્યાનો આક્ષેપ
પરિવાર પાસેથી પૈસા ખંખેર્યાની તબીબ સામે ફરિયાદ
ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં રહેતા એક દંપતિ એ શહેરની એક મહિલા તબીબ વિરુદ્ધ જિલ્લા કલેકટરને અરજી કરી આવેદનપત્ર પાઠવ્યું છે આ આવેદનમાં મહિલા તબીબ તથા તેના સ્ટાફ અને અન્ય મળતીયાઓએ સગર્ભા મહિલા તથા તેના પરિવાર પાસેથી પૈસા પડાવવા માટે ગર્ભસ્થ શિશુ નોર્મલ હોવાનું જણાવી ગર્ભવતી મહિલાનું સિઝેરિયન કરી નોર્મલ બાળકની જગ્યાએ બાળકીમાં જન્મજાત હૃદય તથા ફેફસાને લગતી ગંભીર બીમારી સામે આવતા ગરીબ પરિવાર કફોડી પરિસ્થિતિમાં મુકાયો છે આ અંગે જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.
શહેરના જકાતનાકા વિસ્તારમાં રહેતા એક મધ્યમ વર્ગીય પરિવાર ની પરણીત મહિલા સગર્ભા અવસ્થાના પ્રથમ તબક્કાથી જ શહેરમાં ખાનગી મેટરનીટી હોમ-હોસ્પિટલ ધરાવતી ડોક્ટર માયા જોષી પાસે ટ્રીટમેન્ટ શરૂ કરી હતી દરમિયાન ગર્ભાવસ્થાના અંતિમ તબક્કા સુધી ડોક્ટર માયા જોશી એ મહિલાની સારવાર કરી હતી અને સોનોગ્રાફિ સહિતનાં રિપોર્ટ કરી ગર્ભસ્થ શિશુ નોર્મલ હોવાનું જણાવ્યું હતું અને નોર્મલ ડિલિવરી થશે તેવું આશ્વાસન આપ્યું હતું પરંતુ પ્રસૂતા મહિલા ને નવ માસ પૂર્ણ થતા તેને લેબર પેઈન ઉપાડતા બાળક ડિલિવરી માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી અને નોર્મલ ડિલિવરી ની જગ્યાએ ડોક્ટર માયા જોષી એ સિઝેરિયન દ્વારા બાળકીનો પ્રસવ કરાવ્યો હતો જન્મ બાદ બાળકીની સ્થિતિ નાદુ રસ્તો હોય આથી તેને વિશેષ મોનિટરિંગ સાથે ચાઈલ્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તબીબી તપાસના અંતે આ નવજાત બાળકી ના હૃદયમાં કાણું ઉપરાંત ફેફસામાં ઇન્ફેક્શન સહિતની તકલીફ હોવાનું નિદાન થયું હતું જ્યારે સોનોગ્રાફી સમયે આ હકીકત ડોક્ટર માયા જોષી એ છુપાવી હોવાનો ગંભીર આક્ષેપ મહિલાએ કર્યો છે અને મહિલા તથા તેના પરિવારને અંધારામાં રાખી મહિલા તબીબ તેમજ પિડીયાટ્રીશન અને સોનોગ્રાફી સંચાલક એ મિલીભગત આચરી રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ મહિલા તથા તેના પરિવારે કર્યો છે આ બનાવમાં ન્યાયની માંગ સાથે પ્રસ્તુતા મહિલા અને તેનો પરિવાર કલેક્ટર કચેરી દોડી આવ્યો હતો અને મહિલા તબીબ માયા જોશી તથા તેના સ્ટાફ ઉપરાંત સોનોગ્રાફી સંચાલક તથા બાળ રોગ નિષ્ણાંત વિરુદ્ધ પગલા લેવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે હાલમાં નવજાત બાળકીની સારવાર સર્ટી હોસ્પિટલમાં ચાલી રહ્યું હોવાનું અને તેની હાલત ગંભીર હોવાનું પણ મહિલાના પતિએ જણાવ્યું છે
