સુરતમાં લોન મેળાનું આયોજન કરાયું
દાદા સાહેબ કોમ્યુનિટી હોલમાં મેળાનું આયોજન કરાયું
પોલીસે અનેક લોકોને બેંકમાંથી લોન અપાવાઈ
સુરત ડીસીપી ઝોન છ વિસ્તારમાં આવતા ભેસ્તાન, સચીન અને સચીન જીઆઈડીસી તથા ડિંડોલી પોલીસ મથકમાં લોન મેળાનુ આયોજન કરાયુ હતું.
સુરત શહેર પોલીસ ડીસીપી ઝોન છ વિસ્તારમાં આવતા ભેસ્તાન, સચીન જી.આઈ.ડી.સી., સચીન અને ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન ચલાવવાની સાથે લોનના વિષચક્રમાં ફસાયેલાઓ માટે લોન મેળો નું આયોજન શુક્રવાર 19મી સપ્ટેમ્બરના રોજ ઉન ખાતે આવેલ દાદા સાહેબ ોકમ્યુનિટી હોલ માં કરાયો હતો જ્યાં અનેક લોકોને બેંકમાંથી લોન અપાવાઈ હતી.
