સુરતની રાંદેર પોલીસે એમડી ડ્રગ્સના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો
તાડવાડી શાક માર્કેટથી એમડી ડ્રગ્સ સાથે નઝીલ રસીદ સૈયદ ઝડપાયો
રોકડ, મોબાઈલ સહિત 95 હજારથી વધુની મત્તા કબ્જે કરી
સુરતની રાંદેર પોલીસે તાડવાડી શાક માર્કેટમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 5 અને મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝનની સુચનાને લઈ પીઆઈ આરજે ચૌધરીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો ભવાનસિંહ અને કનકસિંહને મળેલી બાતમીના આધારે તાડવાડી ખાતે આવેલ શાક માર્કેટમાંથી એમડી ડ્રગ્સ સાથે નઝીલ રસીદ સૈયદને ઝડપી પાડ્યો હતો. જ્યારે તેને ડ્રગ્સ આપનાર ઉઝેફ શેખ અને શોયેબને વોન્ટેડ જાહેર કરી પોલીસે એમડી ડ્રગ્સ, રોકડ, મોબાઈલ સહિત 95 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી.
