સુરતમાં આઠમના જુગાર પર પોલીસની બાજ નજર
પાલ પોલીસે ગૌરવપથ રોડ પરથી 9 જુગારીઓને ઝડપી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો
સુરતમાં આઠમનો જુગાર રમતા જુગારીઓ પર પોલીસે બાજ નજર રાખી હોય તેમ પાલ પોલીસે ગૌરવપથ રોડ પરથી જુગાર રમતા નવને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરતમાં આઠમનો જુગાર રમતા જુગારીઓ સામે કાર્યવાહી કરવા અપાયેલી સુચનાને લઈ પાલ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરાયુ હતું ત્યારે પાલ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પાલ ગૌરવપથ રોડ પર સુમન મુદ્રા આવાસમાંથી જુગાર રમતા જુગારીઓ જીતેશ રાણા, ઉમેશ રાણા, દર્શન રાણા, વિજય રાણા, અજય રાણા, રાજ ઝરીવાલા, મુકેશ રાણા, ધર્મેશ રાણા અને પરેશ રાણાને ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા સહિત 3.54 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
