સચિન જીઆઈડીસીમાં કરંટ લાગતા ધીરજ કુમારનું મોત
સિલાઈ મશીન અડકતા ધીરજ કુમારને કરંટ લાગ્યો
કરંટની ઘટનામાં વ્યક્તિનું મોત, પરિવાર પર શોકની લાગણી
સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં કરંટ લાગતા એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતું. સિલાઈનું કામ કરતી વખતે અચાનક સિલાઈ મશીનને અડકતા ધીરજ કુમારને કરંટ લાગ્યો હતો. ઘટનાને પગલે પરિવાર પર શોકની લાગણી છવાઈ છે.
સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં કરંટ લાગવાથી ધીરજ કુમાર નામના વ્યક્તિનું મોત નિપજ્યુ હતું. ધીરજ કુમાર સચિન વિસ્તારમાં સિલાઈનું કામ કરતા હતા. શુક્રવારે સાંજે તેઓ કામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક સિલાઈ મશીનને અડકતા તેમને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતાં ધીરજ કુમાર ગંભીર રીતે અસરગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં દોડધામ મચી હતી, પરંતુ અંતે તેમનું મોત નીપજ્યું હતું. આ દુઃખદ ઘટનાથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. સમગ્ર મામલે સચિન જીઆઈડીસી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
