સેન્ટ માર્કસ સ્કૂલમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી

Featured Video Play Icon
Spread the love

સેન્ટ માર્કસ સ્કૂલમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી
શિક્ષકોના સન્માન સાથે વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા
શિક્ષક દિને ગુરુજનો પ્રત્યે વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યો આદર

સુરત. અડાજણ ખાતે આવેલી સેન્ટ માર્કસ હાયર સેકન્ડરી સ્કૂલમાં ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2026ના રોજ શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી બી.વી.એસ. રાવ તથા શ્રીમતી સુશીલા રાવનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

ટ્રસ્ટી બી.વી.એસ. રાવ તથા શ્રીમતી સુશીલા રાવ ફૂલોથી શણગારેલી જીપમાં સવાર થઈ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. તેમની સાથે શાળાના આચાર્ય પ્રણબકુમાર નાયક, એકેડેમિક એડમિનિસ્ટ્રેટર ડેવિડ સર, પ્રિ-પ્રાયમરી ઇન્ચાર્જ આરતી વિજય સ્વામી, પ્રાયમરી ઇન્ચાર્જ ખુશાલી શાહ તથા સાયન્સ ઇન્ચાર્જ શેફાલી દવે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પવર્ષા કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટ્રસ્ટીગણ, આચાર્ય તથા વિવિધ વિભાગોના ઇન્ચાર્જનું પુષ્પગુચ્છ અને હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના સાથે કાર્યક્રમનો શુભારંભ થયો હતો. ટ્રસ્ટી બી.વી.એસ. રાવે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવનચરિત્ર અને તેમના શિક્ષણ ક્ષેત્રે યોગદાન વિશે સંક્ષિપ્ત માહિતી આપી હતી. શાળાના પ્રિ-પ્રાયમરી, પ્રાયમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિભાગના શિક્ષકો તેમજ તમામ કર્મચારીઓને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા ‘ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ’, ‘ઇતની હસી, ઇતની ખુશી’, ‘લક્ષ્ય કો પાના હૈ’ અને ‘આજ જો ભી હૈ સબ આપકી બદૌલત’ સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને નાટક રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની રજૂઆતો દ્વારા શિક્ષકો પ્રત્યેનો આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. ટ્રસ્ટી બી.વી.એસ. રાવ, શ્રીમતી સુશીલા રાવ, આચાર્ય પ્રણબકુમાર નાયક તથા એકેડેમિક એડમિનિસ્ટ્રેટર ડેવિડ સરે શાળાના તમામ શિક્ષકોને ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છાઓ અને આશીર્વચન પાઠવ્યા હતા. શિક્ષકોએ પણ શાળા સતત પ્રગતિના પંથે આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી. અંતે શાળાના શિક્ષકો દ્વારા ટ્રસ્ટીશ્રીને સ્મૃતિભેટ અર્પણ કરી તેમના માર્ગદર્શન અને સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *