સુરતના વરાછામાં મોબાઈલ સ્નેચિંગનો ફરાર આરોપી ઝડપાયો
સાત મહિનાથી પોલીસને આપતો હતો ચકમો
સુરતના વરાછા વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના ગુનામાં છેલ્લા સાત મહિનાથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરત શહેરમાં મોબાઈલ સ્નેચિંગ અને ચોરીના અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવા પોલીસ દ્વારા કવાયત હાથ ધરાઈ હોય ત્યારે વરાછા પોલીસે મોબાઈલ સ્નેચિંગના ગુનામાં છેલ્લા સાત મહિનાથી પોલીસ પકડથી દૂર રીઢા સ્નેચર મહંમદ મુસ્તુફા તસ્લીમ શેખને ઝડપી પાડ્યો હતો. અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
