સુરતના વેસુ હેલ્થ સેન્ટરમાં લિફ્ટ બંધ થતાં સગર્ભા મહિલા સહિત ચાર ફસાયા

Featured Video Play Icon
Spread the love

સુરતના વેસુ હેલ્થ સેન્ટરમાં લિફ્ટ બંધ થતાં સગર્ભા મહિલા સહિત ચાર ફસાયા
ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી તમામને સુરક્ષિત બહાર કાઢ્યા

સુરતના વેસુ વિસ્તારમાં લિફ્ટ બંધ થઈ જતાં સગર્ભા મહિલા સહિત ચાર વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. મનપા હેલ્થ સેન્ટરમાં બનેલી આ ઘટનામાં ફાયર વિભાગે તાત્કાલિક રેસ્ક્યૂ કરી તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

સુરતના વેસુ વિસ્તારમાં આવેલી મનપાની હેલ્થ સેન્ટરમાં લિફ્ટ અચાનક બંધ થઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લિફ્ટમાં સગર્ભા મહિલા સહિત ચાર વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ વેસુ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર જવાનોએ લિફ્ટનો દરવાજો ખોલી તમામ ચાર વ્યક્તિઓનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. સદનસીબે તમામનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *