ભાવનગર જિલ્લામાં ગણતરીના કલાકોમાં હત્યાનો બીજો બનાવ
49 વર્ષીય ભરતભાઈ દણસાણીયાની પાવડાના ઘા ઝીંકી હત્યા
ભાવનગર જિલ્લામાં ગણતરીના કલાકોમાં હત્યાનો બીજો બનાવ સામે આવ્યો તળાજાના દિહોર ગામની વાડી વિસ્તારમાં ગોવાળ તરીકે કામ કરતા 49 વર્ષીય ભરતભાઈ તુલસીભાઈ દણસાણીયાની પાવડાના ઘા ઝીંકી હત્યા કરાઈ.
દાહોદ જિલ્લાના લીમખેડાથી ખેતમજૂરી માટે આવેલા સંજય નામના શખ્સે અગમ્ય કારણોસર થયેલી બોલાચાલી બાદ ભરતભાઈના માથાના ભાગે પાવડાના ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાની વિગતો સામે આવી છે. ભરતભાઈને બચાવવા વચ્ચે પડેલા ભગવાનભાઈ રાઠોડને પણ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ભરતભાઈનું મોત નિપજ્યું હતું. જ્યારે ભગવાનભાઈ રાઠોડને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે તળાજા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
