સુરતના અમરોલીમાં પતંગની દોરીથી યુવકના ગળામાં ગંભીર ઈજા

Featured Video Play Icon
Spread the love

સુરતના અમરોલીમાં પતંગની દોરીથી યુવકના ગળામાં ગંભીર ઈજા
નોકરી પરથી ઘરે જતાં યુવક લોહીલુહાણ, નવી સિવિલમાં ખસેડાયો

સુરતમાં ઉત્તરાયણ પહેલાં જ પતંગની દોરી જીવલેણ સાબિત થઈ હોય તેમ અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાં નોકરી પરથી ઘરે જઈ રહેલા યુવકના ગળામાં અચાનક પતંગની દોરી આવી જતાં ગંભીર ઈજા પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં યુવકને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

સુરતના અમરોલી વિસ્તારમાં પતંગની દોરીથી યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. છાપરાભાઠા વિસ્તારમાં રહેતો સાહિલ રાણા નોકરી પરથી બાઈક પર ઘરે જઈ રહ્યો હતો. દરમિયાન છાપરાભાઠાથી ઉધના તરફ જતી વખતે અચાનક પતંગની દોરી તેના ગળામાં આવી ગઈ હતી. દોરી વાગતાં ગળા પર ગંભીર ઘા થતાં યુવક લોહીલુહાણ થયો હતો. ઘટનાને પગલે તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *