સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક સફળ અંગદાન

Featured Video Play Icon
Spread the love

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક સફળ અંગદાન
બ્રેઈનડેડ મંગુરૂ રામના પરિવારે બે કિડની અને એક લીવરનું દાન કર્યું

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક સફળ અંગદાન થયું હતું. મૂળ ઝારખંડના અને હાલ અંત્રોલીમાં રહેતા મંગુરૂ રામને બ્રેઈનડેડ જાહેર કરાયા બાદ પરિવારે અંગદાનનો નિર્ણય લીધો હતો. પરિવારના આ નિર્ણયથી બે કિડની અને એક લીવરનું દાન શક્ય બન્યું છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 104મું સફળ અંગદાન કરવામાં આવ્યું છે. મૂળ ઝારખંડના અને હાલ સુરતના અંત્રોલી વિસ્તારમાં રહેતા મંગુરુ રામ ઘરે ચક્કર ખાઈને પડી ગયા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. ડોક્ટરોની તપાસ બાદ તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. તબીબો દ્વારા પરિવારનું કાઉન્સેલિંગ કરવામાં આવતા પરિવારજનોએ અંગદાન માટે સંમતિ આપી હતી. જેના પગલે બે કિડની અને એક લીવરનું દાન કરવામાં આવ્યું હતું. અંગદાન બાદ પરિવાર મંગુરુ રામનો પાર્થિવ દેહ લઈને અંતિમવિધિ માટે પોતાના વતન ઝારખંડ જવા રવાના થયો હતો. પરિવારના આ નિર્ણયથી ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવનની આશા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *