સુરતના માંગરોળથી પસાર થતી કીમ નદી બે કાંઠે.
કુદરતી આફત બાદ કીમ નદીના આકાશી દ્રશ્ય આવ્યા સામે.
ઉપરવાસ તેમજ જિલ્લામાં પડેલા વરસાદને પગલે કીમ નદી બે કાંઠે.
સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા વરસાદે આજે આંશિક વિરામ લીધો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બે કાંઠે વહેતી કીમ નદીના જળસ્તરમાં વધારો થયો છે સુરતના માંગરોળથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહેતા રસ્તો બંધ થયો છે
સુરત અને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કીમ નદીમાં ઉપરવાસ તેમજ જિલ્લામાં પડેલા વરસાદને પગલે બે કાંઠે વહેતી થઇ છે. હાલ નદીના જળસ્તર સ્થિર થતા કિનારાના વિસ્તારોમાં ચિંતા હળવી થઈ છે. ગઈકાલે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે માંગરોળ તાલુકાના મોટા બોરસરા અને શેઠી ગામે આવેલા લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેનાથી સંપર્ક તૂટ્યો હતો. આજે વરસાદ બંધ થતા અને પાણી ઓસરતા આ માર્ગો પર પણ અવરજવર પૂર્વવત થઈ છે.
જિલ્લા કંટ્રોલ રૂમના રિપોર્ટ મુજબ, આજે સવારથી વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદનું પ્રમાણ નહિવત રહ્યું છે. કંટ્રોલ રૂમના ડેટા અનુસાર, આજે માત્ર ઓલપાડમાં 2 મિમી અને ઓલપાડના જ અન્ય વિસ્તારમાં 3 મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય તાલુકાઓમાં 0 મિમી વરસાદ રહ્યો છે. જોકે, આ સિઝનનો કુલ વરસાદ જોતા ખેડૂતો અને વહીવટી તંત્ર હજુ પણ સાવચેતીના ભાગરૂપે સતર્ક છે અને નદીના જળસ્તર પર સતત મોનિટરિંગ કરી રહ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
