ભાવનગરમાં 300થી વધુ તબીબોની હાજરીમાં IMAનું શક્તિપ્રદર્શન

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં 300થી વધુ તબીબોની હાજરીમાં IMAનું શક્તિપ્રદર્શન
ડોક્ટરો વિરુદ્ધ ભ્રામક રીલ્સ સામે IMAનું કડક વલણ

ભાવનગરમાં ડોક્ટરોનું શક્તિપ્રદર્શન, 300થી વધુ તબીબોની હાજરીમાં મોટો નિર્ણય

સોશિયલ મીડિયા પર તબીબો અને આરોગ્ય સંસ્થાઓ વિરુદ્ધ ફેલાવવામાં આવતી ભ્રામક રીલ્સ અને બદનક્ષીકારક સામગ્રી સામે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભાવનગરનું કડક વલણ. 300થી વધુ તબીબોની ઉપસ્થિતિમાં યોજાઈ અસાધારણ સામાન્ય સભા. ખોટી માહિતી, બદનક્ષી અને ધમકી આપનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો સર્વાનુમતે નિર્ણય. જરૂર જણાયે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ, સિવિલ બદનક્ષીના દાવા અને ફોજદારી ફરિયાદ કરવામાં આવશે. ડોક્ટરોને સંસ્થાકીય અને કાનૂની સહયોગ આપવાની એસોસિએશનની ખાતરી. IMAએ સ્પષ્ટ કર્યું કે કોઈપણ ડોક્ટર કે હોસ્પિટલની ગેરરીતિને સમર્થન નથી, પરંતુ તથ્યોની ચકાસણી વગર સોશિયલ મીડિયા ટ્રાયલ ચલાવવું યોગ્ય નથી. દર્દીઓને મેડિકલ કાઉન્સિલ, ગ્રાહક આયોગ અથવા ન્યાયતંત્રનો કાયદેસર માર્ગ અપનાવવા અપીલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *