સુરત ફૂલ માર્કેટમાં ભાવ વધારાની અફવા વેગવાન

Featured Video Play Icon
Spread the love

સુરત ફૂલ માર્કેટમાં ભાવ વધારાની અફવા વેગવાન
વેપારીઓએ અફવાને ફગાવી, ફૂલોના ભાવમાં ખાસ વધારો નહીં
હાલ ફૂલોના ભાવ યથાવત હોવાનો વેપારીઓનો દાવો

સુરતની ફૂલ માર્કેટમાં ફૂલોના ભાવ વધવાની અફવાએ જોર પકડ્યું છે. જોકે વેપારીઓએ આ અફવાને ફગાવી દીધી છે. વેપારીઓના જણાવ્યા મુજબ હાલ ફૂલોના ભાવમાં કોઈ ખાસ વધારો થયો નથી.

સુરત ફુલ બજારના વેપારીઓનું કહેવું છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ફૂલોનું ઉત્પાદન લગભગ ડબલ થઈ રહ્યું છે, જેથી હાલ બજારમાં કોઈ મોટો ભાવ વધારો જોવા મળતો નથી. જોકે ગત વર્ષની સરખામણીમાં સરેરાશ ભાવ વધારે છે, પરંતુ વેપારીઓના મતે આ વધારો માત્ર હાલનો નહીં, પરંતુ આખા વર્ષ દરમિયાન જોવા મળેલો ભાવ વધારો છે. આવતા ગણેશોત્સવ દરમિયાન ફૂલોની માંગ વધતા 15થી 30 ટકા સુધી ભાવ વધવાની સંભાવના વેપારીઓએ વ્યક્ત કરી છે. હાલ સુરતની ફૂલ માર્કેટમાં અલગ-અલગ પ્રકારના ફૂલો 30 રૂપિયાથી લઈને 120 રૂપિયા પ્રતિ કિલો સુધીના ભાવે મળી રહ્યા છે. એટલે ફૂલ ખરીદવા જઈ રહેલા ગ્રાહકોએ અફવા પર નહીં, પરંતુ બજારના વાસ્તવિક ભાવ પર વિશ્વાસ કરવો જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *