સુરતની ઈચ્છાપોર પોલીસે ભેંસ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની ઈચ્છાપોર પોલીસે ભેંસ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
ભેંસ ચોરીના ગુનામાં 3 રીઢા આરોપીઓ ઝડપાયા
આરોપીઓ પાસેથી રોકડા 3 લાખ રૂપિયા કબજે કરાયા
ચોરીની ભેંસોના વેચાણના 3 લાખ રોકડા જપ્ત

સુરતની ઈચ્છાપોર પોલીસે ભેંસોની ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રણ રીઢાઓને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરીની ભેંસોના વેચાણના રોકડ 3 લાખ પણ કબ્જે કર્યા હતાં.

સુરતના ઈચ્છાપોર પોલીસ મથકની હદમાં ભાટપોર ગામમાં આવેલ બેટવાળી જગ્યાએથી ભેંસોની ચોરી થઈ હોવાની ફરિયાદ મળતા ઈચ્છાપોર પોલીસની ટીમ તપાસમાં જોડાઈ હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે ભેંસોની ચોરીના ગુનામાં સંડોવાયેલા અને ચોરીની ભેંસોથી કમાવાયેલા રોકડ 3 લાખ રૂપિયા સાથે ત્રણ રીઢા ચોરો પ્રકાશ ઉર્ફે પકો રબારી, સરતાન ઉર્ફે ભરત રબારી અને આસીફ રિયાઝુદ્દિન કુરેશીને ઝડપી પાડી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *