દાહોદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રામલીલાનું આયોજન કરાયું

Featured Video Play Icon
Spread the love

દાહોદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રામલીલાનું આયોજન કરાયું
આર્ય સાંસ્કૃતિક કલા મંડળ દ્વારા રામલીલાનું આયોજન કરાયું
છેલ્લા 50 વર્ષોથી સતત રામલીલાનું આયોજન કરવામાં આવે છે
સભાપતિ શર્મા હનુમાનનું પાત્ર ભજવતા હોય છે

દાહોદ પરેલ સાત રસ્તા રામલીલા મેદાન પર દર વર્ષની જેમ આ વર્ષે પણ આર્ય સાંસ્કૃતિક કલા મંડળ દ્વારા રામલીલા નો આયોજન કરવામાં આવ્યું હતું

દાહોદના પરેલ વિસ્તારમાં આવેલ સાત રસ્તા રામલીલા મેદાન માં દર વર્ષની જેમ આ વર્ષે પણ આર્ય સાંસ્કૃતિક કલા મંડળ દ્વારા રામલીલા નો આયોજન કરવામાં આવ્યું હતું આર્ય સંસ્કૃતિ કલા મંડળ દ્વારા આ વર્ષે તેમના રામલીલા ના 50 મુ વર્ષની ઉજવણી કરી રહ્યા છે રામલીલાના જે આયોજકો છે એ મૂળ નિવાસી ઉત્તર પ્રદેશ ઉત્તર ભારતીય છે અને 1973 થી આ રામલીલા કાયમ દર વર્ષે આર્ય સંસ્કૃતિ કલા મંડળના કાર્યકરો દ્વારા કરવામાં આવે છે આર્ય સંસ્કૃતિ કલા મંડળ દ્વારા આદિવાસી વિસ્તારમાં લોકો ને ભગવાન રામ ના વિશે માં માહિતી પ્રાપ્ત થાય અને મુખ્ય ઉદ્દેશ્ય હેતુ હોય છે આ રામલીલામાં હનુમાનના પાઠ કરવાવાળા સભાપતિ શર્મા છે જે 1973 થી 2025 આજ સુધી હનુમાનના પાઠ એ જ ભજવે છે અને આગળ પણ એમને આ પાઠ કરવા ની હાર્દિક ઈચ્છા વ્યક્ત કરી હતી આજે રામલીલામાં માતા- સીતા ને મળવા લંકામાં હનુમાનજી પ્રવેશ્યા હતા આ દ્રશ્યોથી લઈને રાવણ આદેશ આપે છે અને હનુમાનને પૂછમાં આગ લગાવીને છોડી દેવામાં આવે છે અને હનુમાન દ્વારા આખી લકા માં આગ લગાવી દીધી એવા દ્રશ્યો આજે આર્ય સંસ્કૃતિ કલા મંડળ દ્વારા કરવામાં આવ્યા હતા. દશેરા ના દિવસે આ જ રામલીલા મેદાનમાં 50 થી 60 ફૂટના રાવણના પૂતળા નું દહન કરવામાં આવશે રાવણ દહન નું કાર્યક્રમ લોકો દૂર દૂર થી હજારો ની સંખ્યા માં જોવા આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *