માંડવીમાં મામલતદાર કચેરીના પટાંગણમાં પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો
માંડવી તાલુકાની વિભાજન કરી 7ગામોને અરેઠ તાલુકામાં સમાવેશ કરાતા વિરોધ કરાયો
વિરોધમાં સાત ગામોના સરપંચ તથા સાત ગામોના લોકો ઉપસ્થિત રહ્યા
સુરત જિલ્લાના માંડવી તાલુકાની વિભાજન કરી 7ગામોને અરેઠ તાલુકામાં સમાવેશ કરાતા તેના વિરોધમાં મામલતદાર માંડવી ઓફિસની સામે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો.
માંડવી તાલુકાને વિભાજન કરી 7 ગામોને નવા બનાવેલ અરેઠ તાલુકામાં સમાવેશ કરાતા આજરોજ મામલતદાર કચેરીના પટાંગણમાં પ્રતીક ધરણા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં સાત ગામોના સરપંચ તથા સાત ગામોના લોકો ઉપસ્થિત રહી પ્રતીક ધરણામાં જોડાયા હતા. જેમાં અસરગ્રસ્ત 7 ગામો સરકાર દ્વારા 2 ઓક્ટોબર ગાંધી જયંતીના રોજ યોજવાની ગ્રામસભા નો સંપૂર્ણ બહિષ્કાર કરશું. જેમાં કીમ ડુંગરા, લાડકુવા, રેગામા ,કાલીબેલ, સાલૈયા ગામના લોકો સંપૂર્ણ બહિષ્કાર કરશે. કારણ કે અમારું ગામ માંડવી થી ફક્ત 8 થી 10 કિલોમીટર થાય છે જ્યારે નવો બનાવેલ તાલુકો અમારા ગામથી 30 થી 35 કિલોમીટર દૂર પડે છે જેને કારણે આ ગામના લોકોને પારાવાર મુશ્કેલી પડવાની છે. આ જે તાલુકો વિભાજન કરવામાં આવેલ છે જેમાં કોઈપણ જાતનો ગ્રામસભાનો ઠરાવ લેવામાં આવેલ નથી. તેમ જ કોઈપણ પ્રકારની સંમતિ પણ લીધેલ નથી. જેથી અમારા તમામ 7 ગામો ફરી પાછા માંડવી તાલુકામાં સમાવેશ કરવા અમારી લાગણી અને માંગણી છે. જો અમારી માંગણી ન સંતોષવામાં આવે તો રસ્તા પર લોક આંદોલન પણ કરીશું અને આવનારી તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરીશું..
