નવસારીના જલાલપોરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો

Featured Video Play Icon
Spread the love

નવસારીના જલાલપોરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
ક ઓફ બરોડાની શાખા સાથે લાખો રૂપિયાની છેતરપિંડી
અસલી સોનાના નામે નકલી સોનું ગીરવે મૂકી છેતરપિંડી

નવસારીના જલાલપોરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બેંક ઓફ બરોડાની શાખા સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. અસલી સોનાના નામે નકલી સોનું ગીરવે મૂકીને બેંકમાંથી ૨૧ લાખથી વધુની લોન પડાવી લેતી એક મોટી ટોળકીનો જલાલપોર પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે સોની સહિત કુલ ૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

નવસારીના જલાલપોર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં એક મોટું લોન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. સોનાના અસલી દાગીના કહીને નકલી સોનું ગીરવે મૂકી બેંક સાથે રૂ. ૨૧,૩૯,૨૫૬/- ની છેતરપિંડી આચરવામાં આવી હતી. બેંક મેનેજર પોરસભાઈ ભાઠેનાની ફરિયાદના આધારે જલાલપોર પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આરોપીને પકડવા શોધખોળ શરૂ કરી હતી તેજેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ એનાલિસિસની મદદ લીધી હતી. બેંક સાથે છેતરપિંડી કરીને નાસી છૂટેલી આ ટોળકીને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હતી, જેમાં ચાર આરોપીઓને નવસારીમાંથી અને એક આરોપીને સુરતથી દબોચી લેવામાં આવ્યો છે.પોલીસના સિંજામાં આવેલા આ ઠગોના નામ રાજેશ ગોવિંદભાઈ પરમાર, રામસિંગ જગદીશભાઈ નિર્મલ, સુરેશકુમાર યાદવ, મૌલિક ઠાકોરભાઈ ટંડેલ અને જીતેન્દ્રકુમાર કોરાટ છે. આ આરોપીઓ સોનીની મિલીભગતથી બેંકને નકલી સોનું પધરાવી ગાયબ થઈ ગયા હતા. હાલમાં પોલીસે તમામ પાંચેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *