સુરત ક્રાઈમ બ્રાન્ચે વાહન અને મોબાઈલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચે વાહન અને મોબાઈલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો
બે ચોરીના ટુ-વ્હીલર અને બે મોબાઈલ ફોન સહિત રૂ. 1.09 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચે વાહન અને મોબાઈલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. આરોપી પાસેથી બે ચોરીના ટુ-વ્હીલર અને બે મોબાઈલ ફોન સહિત 1.09 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સુરત શહેરમાં વાહન અને મોબાઈલ ચોરીની ઘટનાઓને અંજામ આપતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની આર્મ્સ સ્ક્વોડને મળેલી બાતમીના આધારે સાવરદાસ કિશનદાસ સ્વામીને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ચોરીની સફેદ કલરની સુઝુકી એક્સેસ અને હીરો સ્પ્લેન્ડર બાઈક તેમજ રેડમી અને આઈક્યુ કંપનીના બે મોબાઈલ ફોન મળી આવ્યા હતાં. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીએ ખટોદરા વિસ્તારમાં ચેતક શોરૂમના પાર્કિંગમાંથી એક્સેસ મોપેડ અને નવી સિવિલ હોસ્પિટલ પાસેથી સ્પ્લેન્ડર બાઈકની ચોરી કરી હતી. જ્યારે સુવાલી બીચ અને ડુમસ સી-ફેસિંગના પાર્કિંગમાં ઊભા રાખેલા ટુ-વ્હીલરની ડેકીમાંથી મોબાઈલ ફોનની ચોરી કરી હતી. પોલીસે કુલ 1 લાખ 9 હજાર 999 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ચાર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *