ખટોદરા પોલીસે વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો
ખટોદરા પોલીસે એક વાહન ચોરને ઝડપી પાડ્યો
નીતિન લંગડો રોમીયો અશોક જાદવની ધરપકડ
સુરતમાં વાહન ચોરીના વધી રહેલા બનાવો વચ્ચે ખટોદરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રીઢા વાહન ચોરને ઝડપી પાડી ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
સુરતમાં રોજેરોજ ચોરી સહિતની ઘટનાઓ બની રહી છે ત્યારે ખટોદરા પોલીસે આવા જ એક વાહન ચોરને ઝડપી પાડ્યો છે. વાત એમ છે કે ખટોદરા પોલીસ મકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે પાંડેસરા જીઆઈડીસી બાટલી બોય નજીકથી રીઢા વાહન ચોર રૂદ્દરપુરા ખાતે રહેતા નીતિન ઉર્ફે માંજરો ઉર્ફે લંગડો ઉર્ફે રોમીયો અશોક જાદવને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ખટોદરા પોલીસ મથકની હદમાંથી ચોરાયેલી મોટર સાઈકલ કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.