સુરતમાં તરખાટ મચાવનાર ચેઇન સ્નેચર ટોળકી પોલીસ સીકંજામાં
ક્રાઈમ બ્રાન્ચની ટીમે 10 મોબાઈલ સ્નેચીંગના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા
મુસ્તુફા ટીલીલી સૈયદ, હુશેન પઠાણ અને એક બાળ કિશોરની ધરપકડ
ક્રાઈમ બ્રાન્ચે રીઢાઓની વધુ પુછપરછ હાથ ધરી
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન શહેરમાં તરખાટ મચાવતી મોબાઈલ સ્નેચીંગ કરતી રીઢા ગુનેગારોની ટોળકીને ઝડપી પાડી 10 મોબાઈલ સ્નેચીંગના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ચંદ્રશેખર આઝાદ બ્રીજના નાકે વેડ દરવાજા પાસેથી રીઢા મોબાઈલ સ્નેચર મુસ્તુફા ઉર્ફે ટીલીલી મહેમુદ ઉર્ફે બાબા સૈયદ, હુશેન ઉર્ફે ફરદીન ફારૂખ પઠાણ અને એક બાળ કિશોરને ઝડપી પાડ્યા હતા અને તેઓની ઝડતી લેતા તેઓ પાસેથી અલગ અલગ કંપનીના મોંઘાદાટ મોબાઈલ ફોન તથા એક બર્ગમેન મોપેડ મળી આવી હતી તો આરોપીઓની પુછપરછ કરતા આરોપીઓએ કબુલાત કરી હતી કે તેઓએ કતારગામ, અમરોલી, વરાછા, ઉધના અને મહિધરપુરા પોલીસ મથકની હદમાં 10 મોબાઈલ સ્નેચીંગ કર્યા હતાં. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે રીઢાઓની વધુ પુછપરછ હાથ ધરી છે.