સુરતના પીપલોદ વિસ્તારમાં 60 વર્ષીય ખેડૂત નરેશ કોન્ટ્રાકટર પર હુમલો

Featured Video Play Icon
Spread the love

સુરતના પીપલોદ વિસ્તારમાં 60 વર્ષીય ખેડૂત નરેશ કોન્ટ્રાકટર પર હુમલો
જમીન વિવાદને લઈને હુમલો થયો હોવાની ચર્ચા
ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

સુરતના પીપલોદ વિસ્તારમાં સવારના સમયે મોર્નિંગ વોક કરીને ઘરે પરત ફરી રહેલા 60 વર્ષીય ખેડૂત નરેશ કોન્ટ્રાકટર પર ત્રણ બુકાનીધારી શખ્સોએ હુમલો કર્યો હતો. તો જમીન વિવાદને લઈને હુમલો થયો હોવાની ચર્ચા વચ્ચે ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સુરતના પીપલોદ વિસ્તારમાં વહેલી સવારે ખેડૂત પર હુમલાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. એક 60 વર્ષીય ખેડૂત નરેશ કોન્ટ્રાકટર મોર્નિંગ વોક પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ત્રણ બુકાનીધારી શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. હુમલામાં તેઓને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. પ્રાથમિક તપાસમાં જમીન વિવાદને લઈને ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. ઘટનાની જાણ થતા ઉમરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *