માંડવીના રાજપૂતબોરી ગામે ટેમ્પો ચાલકે બાઈક અડફેટે લીધું

Featured Video Play Icon
Spread the love

માંડવીના રાજપૂતબોરી ગામે ટેમ્પો ચાલકે બાઈક અડફેટે લીધું
ચાલક ખુમાનસિંહ ચૌહાણને અડફતે લેતા ઘટના સ્થળે મોત નીપજ્યું

માંડવીના રાજપૂતબોરી ગામે ટેમ્પો ચાલકે એકટીવા ચાલક ખુમાનસિંહ ચૌહાણને અડફતે લેતા ઘટના સ્થળે મોત નીપજ્યું.

માંડવી તાલુકાના રાજપુત બોરી ગામે ભરતબેઝ ટેમ્પો નંબર GJ-19-Y-7548 ના ચાલક જેના નામ સરનામાની ખબર નથી તેણે તારીખ 30 5 2026 ના રોજ બપોરે 2 .50 કલાકે ટેમ્પો ચાલકે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી રસ્તે પસાર થતાં ખુમાનસિંહ માનસિંહ ચૌહાણ ઉંમર વર્ષ 58 રહેવાસી રાજપુત બોરી ને હોન્ડા કંપનીની એકટીવા મોપેડ નંબર GJ-19-AQ-2653 ને સામેથી ટક્કર મારી રોડ ઉપર પાડી નાખતા માથાના ભાગે તથા ચહેરાના ભાગે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે મોત નીપજાવી ગુનો કરેલ છે આ અંગે તેમના પુત્ર યતીનકુમાર ખુમાનસિંહ ચૌહાણ દ્વારા ફરિયાદ નોંધાવતા અરેઠ આઉટ પોસ્ટ તડકેશ્વર પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *