સુરત શહેરમાં આરોગ્ય વિભાગ એક્શનમાં
એનાલોગ પનીર અને અન્ય એનાલોગ પ્રોડક્ટ્સ સામે કાર્યવાહી
બે દિવસમાં 303 કિલો એનાલોગ પ્રોડક્ટ જપ્ત કરી
સુરત શહેરમાં આરોગ્ય વિભાગ એનાલોગ પનીર અને અન્ય એનાલોગ પ્રોડક્ટ્સ સામે કાર્યવાહી હાથ ધરી હોય તેમ માત્ર બે દિવસમાં 303 કિલો એનાલોગ પ્રોડક્ટ જપ્ત કરી 114 સંસ્થાઓમાંથી પનીર, ચીઝ અને બટરનો જથ્થો કબ્જે કરી તમામ જથ્થાનો નાશ કરી દીધો હતો.
સુરતમાં એનાલોગ પનીર સામે આરોગ્ય વિભાગે કડક ઝુંબેશ શરૂ કરી છે. સુરત શહેરના તમામ ઝોનમાં તપાસ માટે મનપાએ 3 થી 4 ટીમો બનાવી છે. બે દિવસમાં જ 114 જેટલી સંસ્થાઓમાં તપાસ હાથ ધરીને 303 કિલો એનાલોગ પનીર, ચીઝ અને બટરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા જપ્ત કરાયેલા તમામ એનાલોગ પ્રોડક્ટનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી ઓફિસરના જણાવ્યા મુજબ આ ઝુંબેશ સતત ચાલુ રહેશે.
