સુરત સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં
હોસ્પિટલમાં દર્દીના સંબંધી પંખો લઈ આવ્યો હોવાનો વિડીયો વાયરલ
કારમાંથી દર્દીને ઉતાર્યા બાદ સંબંધી પંખો લઈ જતા હોવાનો વિડીયો વાયરલ
વારંવાર કોઈને કોઈ વિવાદમાં આવતી નવી સિવિલ હોસ્પિટલમાં આ વખતે દર્દીને લઈ આવેલા સંબંધીઓ સાથે પંખો લઈ આવ્યા હોવાનો વાયરલ વિડીયો સામે આવ્યો છે. કારમાંથી દર્દીને ઉતાર્યા બાદ સંબંધી પંખો લઈ જતા હોવાનો વિડીયો વાયરલ થયો છે.
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલ નો એક વાયરલ વિડીયો સામે આવ્યો છે. વાત એમ છે કે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીના સંબંધી પંખો લઈ આવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે એક દર્દીને કારમાં લાવવામાં આવ્યો હતો. કારમાંથી દર્દીને ઉતારી સ્ટ્રેચર પર હોસ્પિટલમાં લઈ જવાયો હતો જો કે ત્યારબાદ દર્દીના સંબંધી પંખો લઈ હોસ્પિટલમાં જતા હોવાનો વિડીયો વાયરલ થયો છે ત્યારે અહી એવા સવાલો ઉભા થઈ રહ્યા છે કે શુ નવી સિવિલ હોસ્પિટલમાં પંખાની સુવિધા ન હશે કે દર્દીના સંબંધીને જાતે પંખો લઈને આવવુ પડ્યુ. ત્યારે આ વાયરલ વિડીયો અંગે નવી સિવિલ હોસ્પિટલ તંત્ર શુ જવાબ આપે છે તે જોવુ રહ્યું…