સુરતમાં ઈ-20 પેટ્રોલ મુદ્દે આપ પાર્ટીનું જનજાગૃતિ અભિયાન
પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરીએ પત્રકાર પરિષદ યોજી
ઈ-20 પેટ્રોલને કારણે વાહનોને થતા સંભવિત તકનીકી નુકસાન
સુરતમાં ઈ-20 પેટ્રોલ મુદ્દે આમ આદમી પાર્ટીનું જનજાગૃતિ અભિયાનનુ આયોજન કરાનાર હોય જે અંગે આપના પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરીએ પત્રકાર પરિષદ યોજી 9 ઓગસ્ટે સરથાણા ખાતે કાર્યક્રમ યોજાશે. તો પત્રકાર પરષિધમાં આપ દ્વારા દાવો કરાયો છે કે ઈ-20 પેટ્રોલને કારણે વાહનોને થતા સંભવિત તકનીકી અને આર્થિક નુકસાન અંગે લોકોને માહિતી આપવામાં આવશે.
પેટ્રોલમાં 20 ટકા ઈથનોલના મિશ્રણ એટલે કે ઈ-20 પેટ્રોલને લઈને સુરતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ ઈ-20 પેટ્રોલ મુદ્દે દેશવ્યાપી જનજાગૃતિ અભિયાન અંતર્ગત સુરતમાં કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી છે. આપના પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરીએ કહ્યુ હતુ કે 9 ઓગસ્ટે સવારે 10 વાગ્યે સરથાણા કોમ્યુનિટી હોલ, એબીસી સર્કલ પાસે કાર્યક્રમ યોજાશે. આપ દ્વારા દાવો કરાયો છે કે ઈ-20 પેટ્રોલના કારણે વાહનોને થનારા સંભવિત નુકસાન, વાહનચાલકો પર પડતી આર્થિક અસર અને પેટ્રોલમાં ઈથનોલ મિશ્રણની સમગ્ર પ્રક્રિયા અંગે લોકોને વિસ્તૃત માહિતી આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયાની અધ્યક્ષતા રહેશે. આફ દ્વારા આ કાર્યક્રમને સંપૂર્ણપણે એજ્યુકેશનલ અને જનજાગૃતિ કાર્યક્રમ ગણાવીને રાજકીય મતભેદોથી દૂર રહીને સુરતના નાગરિકોને હાજરી આપવા અપીલ કરવામાં આવી છે.
