સુરતમાં 84 હોટલ-રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગની તપાસ
193.5 કિલો અખાદ્ય ખોરાકનો નાશ, 54 એકમોને નોટિસ
₹2.77 લાખનો દંડ વસૂલાયો
સુરતમાં હોટલ-રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને ફૂડ વિભાગની કામગીરી સામે સવાલો ઉા થતા આરોગ્ય વિભાગની ટીમે કાર્યવાહી હાથ ધરી 84 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી હતી, જેમાં 193.5 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરાયો હતો. અને 54 એકમોને નોટિસ આપી 2.77 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
સુરતમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં ફૂડ સેફ્ટીના નિયમોના પાલનને લઈને આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી. એક નહીં, બે નહીં પરંતુ 84 હોટલ-રેસ્ટોરન્ટમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 193.5 કિલો જેટલો અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન નિયમોનું પાલન ન કરતા 54 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત ખાદ્ય પદાર્થોના 39 સેમ્પલ લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન સ્થળ પર જ 2 લાખ 77 હજાર 100નો દંડ વસૂલવામાં આવ્યો હતો. પરંતુ સવાલ એ છે કે માત્ર નોટિસ અને દંડથી જ ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન અટકશે ખરું?
