સુરત પોલીસના ‘ડ્રગ્સ ઈન સુરત સિટી’ અભિયાન વચ્ચે કાર્યવાહી
પુણા પોલીસે ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ ઉપપ્રમુખના પુત્રને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો
આરોપી અગાઉ પણ એસઓજીના હાથે એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો હોવાનો ખુલાસો
સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની પુણા પોલીસે ભાજપ લઘુમતી મોરચાના પુર્વ ઉપપ્રમુખના પુત્રને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. તો ઝડપાયેલો આરોપી અગાઉ પણ એસઓજી હાથે એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો હોવાનુ સામે આવ્યુ છે.
સુરત પોલીસ ઘણા સમયથી નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની પુણા પોલીસે બાતમીના આધારે એમડી ડ્રગ્સ સાથે ભાજપ લઘુમતી મોરચાના પુર્વ ઉપપ્રમુખના પુત્ર રૈહાન અન્સારીને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. નાસ્તાની લારી ચલાવતા રેહાન અન્સારીને પોલીસે ઝડપી પાડી તેની ઝડતી લેતા તેની પાસેથી 3.26 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. મહત્વનું છે કે રેહાન અન્સારી અગાઉ પણ ડ્રગ્સ કેસમાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. લગભગ બે વર્ષ અગાઉ એસઓજી દ્વારા રાજસ્થાનથી ડ્રગ્સ મંગાવવાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
