પાસોદરામાં ‘ઓક્સિજન પાર્ક’ના છોડ બળી ગયા હોવાનો આક્ષેપ

Featured Video Play Icon
Spread the love

પાસોદરામાં ‘ઓક્સિજન પાર્ક’ના છોડ બળી ગયા હોવાનો આક્ષેપ
વૃક્ષારોપણ બાદ માવજતના અભાવે મોટાભાગના છોડ સુકાઈ ગયા હોવાનો દાવો

સુરત મહાનગર પાલિકાની કામગીરી સામે બેદરકારીનો ગંભીર આક્ષેપ કરાયો હોય તેમ પાસોદરા વિસ્તારમાં કોમન પ્લોટમાં ઓક્સિજન પાર્ક બનાવવાના નામે મોટી સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા. પરંતુ વૃક્ષારોપણ બાદ યોગ્ય માવજત ન થતાં મોટાભાગના છોડ બળી ગયા હોવાનો આક્ષેપો કરાયા છે.

સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા કોમન પ્લોટમાં મનપા દ્વારા મોટી સંખ્યામાં વૃક્ષો વાવી ઓક્સિજન પાર્ક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મનપાના અધિકારીઓ દ્વારા સ્થળ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ અને ત્યારબાદ ફોટોસેશન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ કામગીરી બાદ છોડની યોગ્ય માવજત કરવામાં આવી કે નહીં, તેને લઈને હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. જાગૃત્ત નાગરિકે એવો આક્ષેપ કર્યો હતો કે વૃક્ષારોપણ બાદ છોડને રઝળતા મૂકી દેવામાં આવ્યા અને પાણી તથા માવજતના અભાવે મોટાભાગના છોડ બળી ગયા છે. જે સ્થળે વૃક્ષો વાવવામાં આવ્યા હતા ત્યાં હવે મોટા પ્રમાણમાં નકામું ઘાસ ઊગી ગયું છે. વાવવામાં આવેલા આશરે 90 ટકા જેટલા છોડ બળી ગયા છે. આટલું જ નહીં, વૃક્ષારોપણ માટે લાવવામાં આવેલા અંદાજે 800થી 1000 જેટલા છોડ કોથળીમાં જ કરમાઈ ગયા છે. સ્થળ પર મોટી સંખ્યામાં છોડ બળી જતાં મનપાની વૃક્ષારોપણ કામગીરી સામે સવાલો ઉભા થયા છે. જો વૃક્ષો વાવીને તેની માવજત જ ન કરવામાં આવે તો જાહેર નાણાંના ખર્ચે કરવામાં આવતી આવી કામગીરીનો હેતુ શું, તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *