માંડવીમાં આતંક મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો

Featured Video Play Icon
Spread the love

માંડવીમાં આતંક મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો
દીપડો પકડાતાં સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

માંડવીના રામેશ્વર રોડ પર આવેલ ભૂરી કટોડી વિસ્તારમાંથી શિકાર ની શોધમાં આવેલ દીપડો પાંજરે પુરાયો

માંડવી રામેશ્વર રોડ પરરોડ પર આવેલા ભૂરી કટોડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની હાજરીથી સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. અહીં રહેતા ધર્મેશભાઈ રાઠોડના ઘરના વાડામાં દીપડો અવારનવાર આવીને શિકાર કરતો હતો અને દીપડો શિકાર કરતો હોવાના આ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ગંભીર બાબતની ધર્મેશભાઈ દ્વારા ત્વરિત વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિભાગના આરએફઓ દ્વારા પાંજરું ગોઠવવામાં આવેલ હતું શિકારની શોધમાં આવેલો દીપડો વહેલી સવારે શિકારની શોધમાં ફરીથી દીપડો આ પાંજરામાં ફસાઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાયાના સમાચાર ફેલાતા જ સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો હતો. બીજી તરફ, વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળે પહોંચીને પાંજરે પુરાયેલા દીપડાનો સફળતાપૂર્વક કબજો મેળવ્યો હતો. વન વિભાગ દ્વારા હાલ આ દીપડાને કોઈપણ નુકસાન પહોંચાડયા વગર સુરક્ષિત રીતે ગાઢ જંગલ વિસ્તારમાં છોડી મૂકવાની કાયદેસરની તજવીજ હાથ આવી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *