ઘરકંકાસમાં પત્નીની કરપીણ હત્યા

Featured Video Play Icon
Spread the love

ઘરકંકાસમાં પત્નીની કરપીણ હત્યા
પાલિયા ગ્રાઉન્ડમાં પતિએ માથામાં લાકડાના ફટકા મારી
45 વર્ષીય મહિલાને મોતને ઘાટ ઉતારી, આરોપી ફરાર

સુરતમાં ઘરકંકાસની ચોંકાવનારી ઘટના બની હતી જેમાં લાલગેટ વિસ્તારમાં પાલિયા ગ્રાઉન્ડ પર પતિએ પોતાની જ પત્નીને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધી હોય જે લોહીલુહાણ હાલતમાં મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલા પાલિયા ગ્રાઉન્ડ ખાતે પતિ-પત્ની વચ્ચેનો ઘરકંકાસ લોહિયાળ બન્યો હતો. સ્થળ પરથી મળતી પ્રાથમિક વિગતો મુજબ પતિએ પત્નીના માથાના ભાગે લાકડાના ફટકા મારતાં મહિલાનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ લાલગેટ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ હત્યા કર્યા બાદ ફરાર થયેલા આરોપી પતિને ઝડપી પાડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *