બારડોલીમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાઈ ૨૨૭મી જલારામ જયંતિ
મહાપ્રસાદ, રક્તદાન કેમ્પ અને ભવ્ય દીપોત્સવ યોજાયા
શ્રી ભક્તરાજ જલારામ પ્રાર્થના સમાજ, બારડોલી દ્વારા પવિત્ર અને ઉત્સાહભર્યા વાતાવરણમાં જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે વહેલી સવારથી જ બારડોલીમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો અને હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
વહેલી સવારથી જ દર્શન અને અન્નકૂટ દર્શન જયંતિ મહોત્સવની શરૂઆત સવારે ૪:૧૫ વાગ્યાથી જ ભક્તો માટે પાદુકા દર્શન સાથે થઈ હતી. બાપાના ચરણોમાં શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ સાથે જ ૫૬ ભોગ (અન્નકૂટ) ના મનોહર દર્શને પણ ભક્તોના મન મોહી લીધા હતા, જેનું વિતરણ સાંજે આરતી બાદ કરવામાં આવશે. સેવાકીય પ્રવૃત્તિઓ: ૧૦૦થી વધુ બોટલ રક્તદાન જલારામ બાપાના સેવા અને માનવતાના સંદેશને અનુસરીને સવારે ૯:૦૦ વાગ્યાથી એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ (રક્તદાન શિબિર) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રક્તદાતાઓએ ભારે ઉત્સાહ દાખવીને અત્યાર સુધીમાં ૧૦૦ જેટલી રક્ત બોટલોનું દાન કર્યું છે. આયોજકો દ્વારા તમામ રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય મહાપ્રસાદ સવારે ૧૧:૦૦ વાગ્યાથી બારડોલીના સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડ ખાતે મહાપ્રસાદીના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં હજારોની સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સાંજનો વિશેષ કાર્યક્રમ: ૨૨૭ દીવડાઓની આરતી અને લોક ડાયરો આજની ઉજવણીના ભાગરૂપે સાંજે ૭:૩૦ કલાકે ૨૨૭ દીવડાઓથી ભવ્ય મહાઆરતી યોજાશે. ત્યારબાદ રાત્રે ૯:૦૦ વાગ્યાથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. સમિતિ દ્વારા તમામ ધર્મપ્રેમી ભક્તોને આ દિવ્ય આરતી અને લોક ડાયરામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે
