સુરત: ડિંડોલીમાં છઠ્ઠ પૂજાનો ભવ્ય માહોલ,

Featured Video Play Icon
Spread the love

સુરત: ડિંડોલીમાં છઠ્ઠ પૂજાનો ભવ્ય માહોલ,
હજારો શ્રદ્ધાળુઓએ સૂર્યદેવને અર્પણ કર્યું અર્ધ્ય

સુરતના ડિંડોલી વિસ્તારમાં છઠ્ઠ પૂજાને લઈને ભક્તિ અને આસ્થાનો અદભુત માહોલ જોવા મળ્યો હતો. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને પરંપરાગત રીતે સૂર્યદેવને સાંજનું અર્ધ્ય અર્પણ કરી પરિવારની સુખ-સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

ડિંડોલીમાં છઠ્ઠ પૂજાના પર્વ નિમિત્તે આસ્થાનો મહાસાગર ઉમટ્યો હતો. હજારો શ્રદ્ધાળુઓએ સૂર્યાસ્ત સમયે સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરી છઠ્ઠી મૈયાની આરાધના કરી હતી. આ સમગ્ર આયોજન દરમિયાન ડિંડોલી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. બીજી તરફ બજરંગ દળ અને ઉત્તરપ્રદેશ છઠ માનવ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક દૂધ, ચા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ પ્રશાસનની સતર્કતા અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી સાંજનું અર્ધ્ય શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. ભક્તિની સાથે માનવસેવાનો પણ સુંદર સંદેશ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *