સુરત: તાડવાડી છઠ ઘાટ પાસે પાણીમાંથી અજાણ્યો મૃતદેહ મળ્યો
છઠ પૂજા બાદ મૃતદેહ દેખાતાં વિસ્તારમાં મચી ચકચાર
સ્થાનિક લોકોમાં દોડધામ, ઘટનાને પગલે પોલીસને જાણ કરી
સુરતના તાડવાડી વિસ્તારમાં આવેલા તાપેશ્વર છઠ ઘાટ પાસે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પાણીમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. છઠ પૂજાના કાર્યક્રમ બાદ ઘાટ નજીક પાણીમાં મૃતદેહ નજરે પડતાં સ્થાનિક લોકોમાં દોડધામ મચી હતી.
સુરતના તાડવાડી વિસ્તારમાં આવેલા તાપેશ્વર છઠ ઘાટ પાસે પાણીમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા અનેક સવાલો ઊભા થયા હતાં. છઠ પૂજાના કાર્યક્રમ બાદ ઘાટ નજીક પાણીમાં એક વ્યક્તિનો મૃતદેહ તરતો હોવાની સ્થાનિક લોકોની નજરે પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. ત્યારબાદ બોટની મદદથી પાણીમાંથી મૃતદેહને બહાર કાઢી કિનારે લાવવામાં આવ્યો હતો. અને મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ મૃતકની ઓળખ અને તેનું મોત કયા સંજોગોમાં થયું તે અંગેની વિગતો સામે આવી નથી. પોલીસ તપાસ બાદ જ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાશે.
